Video: ભરૂચના નાના ભોઈવાડમાં જૂના મકાનમાં આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી, એક કલાકે કાબૂ

સોર્સ: gstv

ભરૂચના સોનેરી મહેલ નજીક આવેલા નાના ભોઈવાડ વિસ્તારમાં એક જૂના મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં મકાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આશરે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના પગલે સ્થાનિક રહીશો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત