Video: ભરૂચના શુક્લતીર્થનો મેળો ટેન્ટ સંસ્કૃતિ અને પારિવારિક મિલનથી બન્યો ખાસ આકર્ષણ

ભરૂચ તાલુકાના પાવન નર્મદા કિનારે આવેલા પૌરાણિક શુક્લતીર્થ ખાતે કારતકી અગિયારસથી ભાતીગળ ધાર્મિક મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. જોકે, આ મેળાની સૌથી અનોખી ઓળખ અહીંની ટેન્ટ સંસ્કૃતિ છે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતા પરિવારો પોતાના તંબુ બાંધીને દિવસો સુધી વસવાટ કરે છે. ટેન્ટમાં લાઇટ, પંખા, કુલરથી લઈને વ્યક્તિગત બાથરૂમ અને ટોયલેટ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે છે. ટેન્ટમાં ચૂલા પર રસોઈ બનાવી પરિવાર અને સગાંસંબંધીઓ સાથે સામૂહિક ભોજન માણવાની પરંપરા આ મેળાને આગવી ઓળખ આપે છે. આજના સમયમાં ગોવા, દમણ અને આબુ ફરવા જવાનો ટ્રેન્ડ છે, ત્યારે શુક્લતીર્થના મેળામાં પરિવાર સાથે વિતાવેલી પળો લોકો માટે યાદગાર બની રહે છે.
જાહેરાત














