Video: ધોળકા એસટી ડેપો દ્વારા વૌઠાના મેળામાં જવા-આવવા માટે 100થી વધુ બસોની ખાસ વ્યવસ્થા

વૌઠાના લોકમેળામાં જતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુવિધા માટે ધોળકા એસટી વિભાગ દ્વારા 100થી વધુ બસો ફાળવવામાં આવી છે. અમદાવાદ વિભાગીય નિયામક અને પરિવહન અધિકારીના માર્ગદર્શન હેઠળ ધોળકા ડેપો દ્વારા કલીકુંડ અને મધ્ય વિસ્તારમાં બે અલગ એસટી સ્ટેન્ડ ઊભાં કરવામાં આવ્યાં છે. આ બંને સ્ટેન્ડ પરથી દરરોજ 300થી વધુ બસ ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મેળામાં જતા લોકોને લાંબો સમય બસની રાહ જોવી ન પડે અને સમયસર પહોંચીને મેળાનો આનંદ માણી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી વિભાગના 30થી વધુ કર્મચારીઓ અને સુપરવાઇઝરો પણ સતત ફરજ બજાવી રહ્યા છે.
જાહેરાત















