Video: પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં તો GSACSના કર્મચારીઓની આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી

ગાંધીનગરમાં GSACSના કર્મચારીઓએ પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. કર્મચારીઓએ NACO દ્વારા જાહેર કરાયેલા ઓફિશિયલ મેમોરેન્ડમ અને ઓપરેશનલ ગાઈડલાઈન્સનો ગુજરાતમાં યોગ્ય અમલ કરવાની માગ કરી છે. વર્ષ 2021થી અત્યાર સુધીના પગાર સુધારા, પગાર કપાત, ઇન્ક્રીમેન્ટ અને પે-રિવિઝનમાં થયેલા વિલંબનું સંપૂર્ણ ઓડિટ કરવાની પણ માગ ઉઠાવી છે. GSACSના પ્રોજેક્ટ ડિરેક્ટર અને જવાબદાર અધિકારીઓની ઉચ્ચસ્તરીય તપાસ સાથે દોષિતો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓએ નોકરીની સુરક્ષા, રજાની નીતિ, પગારની સમાનતા, આરોગ્ય સુરક્ષા અને બેંકિંગ લાભો આપવાની પણ માગ કરી છે.
જાહેરાત












