Video: ગોધરામાં 65 વર્ષ જૂનું પવિત્ર પીપળાનું વૃક્ષ કપાતા વિવાદ, સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ

આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે વૃક્ષ કાપવાની કામગીરીમાં જોડાયેલા વ્યક્તિએ વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા કાઉન્સિલરને ચાર હજાર રૂપિયા આપ્યા બાદ આ વૃક્ષ કાપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. વૃક્ષ કાપવા માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવાઈ હતી કે કેમ અને રૂપિયાની કથિત લેવડદેવડમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે પવિત્ર વૃક્ષ કાપવા પાછળ જવાબદાર કોણ છે તેની નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે.
જાહેરાત














