Video: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત

ગુજરાતમાં હજુ વિધિવત રીતે શિયાળાની શરૂઆત થવાની બાકી છે, તેમ છતાં રાજ્યના અનેક શહેરોમાં રાત્રિના સમયે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસો સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છનું નલિયા 11 પોઈન્ટ 2 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યુ છે. જ્યારે અમદાવાદમાં સામાન્યથી 2 પોઈન્ટ 9 ડિગ્રી ઊંચું 18 પોઈન્ટ 9 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં અમરેલીમાં 15 પોઈન્ટ 4 ડિગ્રી અને ભુજમાં 15 પોઈન્ટ 7 ડિગ્રી તાપમાન રહ્યુ છે. રાજકોટમાં 16 ડિગ્રી, ડીસામાં 16 પોઈન્ટ 8 ડિગ્રી અને વડોદરામાં 17 પોઈન્ટ 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા રાત્રિ દરમિયાન ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.













