Video: ગોધરામાં ભાજપનું સ્નેહમિલન, સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવાનો હતો ઉદેશ્ય !

ગોધરના મહેંદી બંગલો ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલની ઉપસ્થિતિમાં ભાજપનું સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરાના સહિત ભાજપના સ્થાનિક અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કાર્યકરોમાં નવો જોમ અને ઉત્સાહ ભરવા તેમજ સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવાના વિશેષ ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું. ઉપસ્થિત નેતાઓએ કાર્યકરો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરીને આગામી ચૂંટણીલક્ષી કામગીરી માટે એકજૂથ થઈને આગળ વધવા હાકલ કરી હતી.
જાહેરાત















