Video: જગદીશ વિશ્વકર્માના 182માંથી 82 બેઠકોના ઉલ્લેખ બાદ કોંગ્રેસનો કટાક્ષ કહ્યું- ‘મોંમાંથી નીકળી ગયો સાચો આંકડો’

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદનને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ગુજરાતમાં ભાજપની જમીની સ્થિતિ ખરાબ થઈ રહી છે અને રાજ્યની જનતા ભાજપથી ભારે અસંતુષ્ટ છે. ૧૮૨ બેઠકો પર સ્નેહમિલન યોજાયા હોવા છતાં ભાજપની વાસ્તવિક સ્થિતિ અલગ હોવાની ટિપ્પણી કરતાં કોંગ્રેસે કહ્યું કે મોટા કાર્યક્રમો યોજવાથી જનતાનો આક્રોશ છુMપાવી શકાય નહીં. આ ઉપરાંત કોંગ્રેસે ભાજપના ૧૮૨ બેઠકોના આયોજનને માત્ર 'ફોટો ઓપ' ગણાવીને સવાલ ઉઠાવ્યો છે કે શું હવે ૧૮૨ નહીં પરંતુ માત્ર ૮૨ બેઠકો જ રહેશે
જાહેરાત















