Video: સ્નેહ મિલન કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માની જીભ લપસી !; કહ્યું- "૧૮૨માંથી ૮૨ બેઠકો આવશે !''

રાજ્યભરમાં આયોજિત ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સંબોધનમાં 182માંથી કેટલી સીટો લાવવાની છે..તે વિડિયો વાયરલ થઈ રહ્યો છે.. ઓઢવ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જગદીશ વિશ્વકર્માએ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨માંથી ૮૨ બેઠકો લાવવાનો સંકલ્પ ગુજરાતની જનતા લઈ રહી હોવાનું જણાવ્યું હતું. સ્ટેજ પરથી બોલાયેલા તેમના આ શબ્દોનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.
જાહેરાત















