Video: અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે પર ટ્રેલરની અડફેટે 52 વર્ષીય સાયકલ ચાલકનું કરુણ મોત થયું

સોર્સ: gstv

અંકલેશ્વરની લક્ષ્મણ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના વતની 52 વર્ષીય રામ આગ્યાસીંગ સાયકલ લઈને ગોલ્ડન ટ્રેડ સેન્ટર આગળથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બેફામ ગતિએ આવતા ટ્રેલરે તેમને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત