ક્રિકેટના મેદાનમાં હવે ટેનિસ-બોલનો જલવો! 2027માં શરૂ થશે પ્રોફેશનલ લીગ, સેહવાગ અને મિતાલી રાજની એન્ટ્રી

ક્રિકેટના મેદાનમાં હવે ટેનિસ-બોલનો જલવો! 2027માં શરૂ થશે પ્રોફેશનલ લીગ, સેહવાગ અને મિતાલી રાજની એન્ટ્રી
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

ભારતમાં ગલી ક્રિકેટથી લઈને સ્થાનિક ટુર્નામેન્ટ સુધી ટેનિસ-બોલ ક્રિકેટનો ભારે ક્રેઝ જોવા મળે છે. હવે આ જ ટેનિસ-બોલ ક્રિકેટને પ્રોફેશનલ ઓળખ આપવાની દિશામાં મોટી પહેલ કરવામાં આવી છે. Sataak Sports India દ્વારા Sataack 50 નામની નવી પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત કરવામાં આવી છે.

આ લીગની ખાસ વાત એ છે કે તેમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલા ક્રિકેટરોને પણ સમાન રીતે સ્થાન આપવામાં આવશે. લીગમાં કુલ 12 ફ્રેન્ચાઇઝી હશે, જેમાં 6 પુરુષ અને 6 મહિલા ટીમોનો સમાવેશ કરવામાં આવશે.

જાહેરાત

સેહવાગ બન્યા લીગ કમિશનર, મિતાલી રાજને મોટી જવાબદારી

આ લીગ સાથે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ જોડાયા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને લીગ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજને મહિલા લીગના એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે.આ ઉપરાંત વેંકટેશ પ્રસાદ ટીમ એમ્બેસેડર, વેંકટપતિ રાજુ પુરુષ ટીમના હેડ કોચ અને વેદા કૃષ્ણમૂર્તિ મહિલા ટીમના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળશે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર પૉલ નિક્સન પણ ઓવરસીઝ કન્સલ્ટન્ટ અને ગ્લોબલ લીગ કોચ તરીકે જોડાશે.

50 બોલમાં થશે ક્રિકેટનો રોમાંચ

Sataack 50નું ફોર્મેટ પણ ખાસ રહેશે. પરંપરાગત ક્રિકેટથી અલગ આ લીગમાં દરેક ટીમને એક ઇનિંગ્સમાં માત્ર 50 કાયદેસરના બોલ રમવાની તક મળશે. એટલે કે 5-5 બોલની કુલ 10 ઓવર રમાશે. આ ટૂંકા ફોર્મેટમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં આક્રમક રમતનો રોમાંચ જોવા મળશે.

15 રાજ્યોમાં ખેલાડીઓ માટે મફત ટ્રાયલ્સ

લીગમાં દેશભરના નવા ખેલાડીઓને તક આપવા માટે 15 રાજ્યોમાં મફત ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃતસર, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ, ગુવાહાટી, ચેન્નાઈ અને ગોવા સહિતનાં શહેરોમાં ટ્રાયલ્સ યોજાઈ છે.ખાસ વાત એ છે કે ટ્રાયલ્સ માટે કોઈ ફી લેવામાં આવતી નથી અને નોંધણી કરાવનારા ખેલાડીઓને મફત ઇન્શ્યોરન્સ કવરેજ પણ આપવામાં આવ્યું છે. 18થી 30 વર્ષની વયના લાયક ખેલાડીઓ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.2027માં પ્રથમ સીઝન, સ્થાનિક ખેલાડીઓને મળશે મોટું પ્લેટફોર્મ.આ લીગનો મુખ્ય ઉદ્દેશ નાના શહેરો અને સ્થાનિક વિસ્તારોમાં છુપાયેલી ક્રિકેટ પ્રતિભાને પ્રોફેશનલ મંચ આપવાનો છે. ભારતીય ખેલાડીઓની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિભાઓને પણ એક જ મંચ પર લાવવાની યોજના છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત