VIDEO: મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલાતા મહામંડળે આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચ્યું
નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્કના વિવિધ પડતર

નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્કના વિવિધ પડતર પ્રશ્નો અંગે 'ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ' દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો સુખદ ઉકેલ આવ્યો છે. ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, ઉચ્ચ અધિકારીઓ અને મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતના પ્રતિનિધિઓ વચ્ચે સાનુકૂળ ચર્ચા થઈ હતી. સામાન્ય જનતાને અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે કર્મચારીઓની તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવી ઝડપી નિરાકરણની ખાતરી આપતાં આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચાયું છે




