VIDEO: અમરેલીમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલ યથાવત: કલેક્ટર કચેરી બહાર દેખાવોથી અરજદારો પરેશાન
અમરેલી જિલ્લામાં મહેસૂલી વિભાગના કર્મચારીઓની અચો

અમરેલી જિલ્લામાં મહેસૂલી વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. વિવિધ ૧૪ મુદ્દાઓની પડતર માંગણીઓ સાથે કર્મચારીઓએ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો…આ હડતાલના કારણે મામલતદાર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પોતાના કામ માટે પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓની આ હડતાલને પગલે વહીવટી કામગીરી સંપૂર્ણપણે ખોરંભે ચડી છે.




