Video: ઝારખંડના શિખરજી નજીક જૈન શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, સુરતના દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું

સોર્સ: gstv

શિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અચાનક ઝાડ સાથે અથડાઈને ખાડામાં નમી ગઈ હતી. આ અકસ્માતમાં સુરતના બાબુલાલ વંશરાજ જૈન અને તેમના પત્ની બદામી દેવીએ જીવ ગુમાવ્યો છે. ઇજાગ્રસ્ત થયેલા 12થી વધુ શ્રદ્ધાળુઓ પૈકી બે વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ પોલીસે અકસ્માતગ્રસ્ત બસ પાસે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત