Video: ભરૂચના ઝઘડિયા ચોકડી પર હાઇવા અને એક્ટિવાની ટક્કર, યુવક-યુવતીનાં મોત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ચોકડી પર હાઇવા ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક યુવતીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેનાં મૃતદેહ હાઇવા ટ્રકની નીચે ફસાઈ ગયા હતા. રાજપીપળાથી અંકલેશ્વર તરફ જતા માર્ગ પર સર્જાયેલા આ અકસ્માતને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. અકસ્માતના કારણે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાહેરાત















