આવતીકાલે અમદાવાદથી દક્ષિણ ભારત માટે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ અને બુકિંગની વિગતો

મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મદુરાઈ વચ્ચે વિશેષ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન દોડવાથી દક્ષિણ ભારત તરફ મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે.
ટ્રેનનો સમય અને રૂટની વિગત
ટ્રેન નંબર અને નામ: ટ્રેન સંખ્યા 09473 અમદાવાદ–મદુરાઈ વન-વે સ્પેશિયલ ટ્રેન
પ્રસ્થાન અને આગમન: આ ટ્રેન 28 નવેમ્બર, 2026 શનિવારના રોજ અમદાવાદથી મોડી રાત્રે 1:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રવિવારના રોજ સાંજે 18:30 વાગ્યે મદુરાઈ પહોંચશે.
કોચની સુવિધા: આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લીપર શ્રેણી (Sleeper) તથા સામાન્ય દ્વિતીય શ્રેણી (General Second Class)ના કોચ જોડવામાં આવશે.
આ સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
આ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન માર્ગમાં આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુર્ગી, વાડી, રાયચૂર, ગુંતકલ, ગુત્તી, રાજમપેટા, રેણિગુન્ટા, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને દીંડુક્કલ સ્ટેશનો પર થોભશે.
ટિકિટ બુકિંગ શરૂ
ટ્રેન સંખ્યા 09473 માટે ટિકિટ બુકિંગ તાત્કાલિક અસરથી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો (PRS) તથા IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.











