Video: વડોદરા SOGની મોટી કાર્યવાહી, છાણી વિસ્તારમાંથી ૫૭ લાખના હેરોઈન સાથે શખ્સ ઝડપાયો

સોર્સ: gstv

SOGની ટીમે છાણી ટીપી 13 વિસ્તારમાં રહેતા બલવીન્દરસિંગ પ્યારાસિંગ રંધાવાને હેરોઈનના જથ્થા સાથે દબોચી લીધો છે. આરોપી પાસેથી અંદાજે ૫૭ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને આ કામગીરીથી નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરીને ડ્રગ્સના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત