Video: વડોદરાથી આતંકી મોહમ્મદ સહારુલને લઈ ATS વાઘોડિયા કોર્ટ રવાના, સુરક્ષા વધારાઈ

સોર્સ: gstv

વડોદરાના ઝરોદ હાલોલ રોડ પર દર્શન હોટલ ખાતેથી ઝડપાયેલા આતંકી મોહમ્મદ સહારુલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ATS દ્વારા વાઘોડિયા કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો છે. આતંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા વાઘોડિયા કોર્ટ સંકુલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવીને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીના રિમાન્ડ અને વધુ તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત