Video: ગાંધીનગરમાં ૭૦ ઇલેક્ટ્રિક બસોથી મુસાફરોની સફર સરળ, આધુનિક સુવિધાઓથી સજ્જ પરિવહન

સોર્સ: gstv

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ બસો સચિવાલય, મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી અને રેલવે સ્ટેશન સહિત કલોલ, દહેગામ, માણસા અને અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણોદેવી તેમજ ઇન્દિરા બ્રિજ જેવા વિસ્તારોને જોડે છે. ટેકનિકલ સપોર્ટ યુનિટના અભ્યાસ બાદ રોજગાર અને શિક્ષણ માટે અવરજવર કરતા મુસાફરોની સુવિધા મુજબ રૂટ અને સમય નક્કી કરાયા છે. રહેણાંક વિસ્તારોની નજીક બસ સ્ટોપ હોવાથી વિદ્યાર્થીઓને ઘરઆંગણેથી જ પરિવહન સુવિધા મળી રહી છે. ઉપરાંત, મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે સીસીટીવી કેમેરા, એસઓએસ એલર્ટ, ડિજિટલ ટિકિટિંગ અને દિવ્યાંગોની વ્હીલચેર માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત