Video: ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપની પત્રકાર પરિષદ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા આઈ.કે. જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ આશિષ દવે સહિત ભાજપના આગેવાનો અને બંને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતીય બંધારણનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે વર્ષો સુધી સત્તામાં રહી બાબાસાહેબ આંબેડકરના વિચારો અને સામાજિક ન્યાયને યોગ્ય મહત્વ આપ્યું નથી. જ્યારે ભાજપે બાબાસાહેબને વાસ્તવિક સન્માન આપ્યું છે. તેમના સન્માનમાં ડિજિટલ પેમેન્ટ એપનું નામ BHIM રાખવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. આગામી 26 નવેમ્બરે રાજ્યભરમાં સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.













