Video: ગયાથી બેંગલુરુ સુધી ભારતીય સેનાની અનોખી માઇક્રોલાઇટ ઉડાન

સોર્સ: gstv

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભારતીય સેના દ્વારા અનોખી માઇક્રોલાઇટ ફ્લાઇંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયાથી બેંગલુરુ સુધીની આ સાહસિક ઉડાનની શરૂઆત ભારતીય સેનાના અધિકારીઓએ 16 નવેમ્બરના રોજ કરી હતી, જે 3 ડિસેમ્બરે બેંગલુરુ પહોંચશે. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ રોકાણ કરીને NCC કેડેટ્સ અને સ્થાનિક નાગરિકોને માઇક્રોલાઇટ વિમાનની કામગીરી, ટેકનિકલ જાણકારી અને એડવેન્ચર સ્પોર્ટ્સ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાની સાથે ભારતીય સેના પ્રત્યે ઉત્સાહ વધારવાનો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત