Video: ભાવનગરના સોનગઢમાં મહિલા GRDએ યુવકોને લાકડીએ ફટકાર્યા અને કારને નુકસાન, વિડીયો વાયરલ

સોર્સ: gstv

ભાવનગરના સોનગઢ વિસ્તારમાં ટ્રાફિકજામ નિવારવાના બંદોબસ્તમાં તૈનાત મહિલા GRD જવાનની દાદાગીરીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આક્ષેપ મુજબ ટ્રાફિકની પરિસ્થિતિ દરમિયાન મહિલા GRD જવાને બે યુવકોને અભદ્ર શબ્દો કહ્યા હતા અને ત્યારબાદ સતત લાકડી વડે બંને યુવકોને ફટકાર્યા હતા. એટલું જ નહીં, આ ઘટના દરમિયાન યુવકોની કારમાં પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે અને બંદોબસ્તમાં રહેલી મહિલા GRD જવાનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત