Video: ભાવનગરના કાળિયાબીડમાં હિટ એન્ડ રન, સ્કૂલ નજીક યુવકને ટક્કર મારી કારચાલક ફરાર

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રવીણ કરપીરામભાઈ પરમાર પોતાના નાના સંતાનને તક્ષશિલા સ્કૂલે મૂકીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવેલી ફોરવ્હીલ કારે તેમને અડફેટે લીધા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારચાલકે બે યુવતીઓને પણ ટક્કર મારી હતી અને ત્યારબાદ કાર દીવાલ સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત પ્રવીણભાઈના જણાવ્યા મુજબ કારચાલકના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તની મદદ કરવાને બદલે કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
જાહેરાત














