Video: ઠાસરા અને ગળતેશ્વરમાં ભૂ-માફિયાઓની દાદાગીરી ઉજાગર, વાહનચાલકોમાં ફફડાટ અને તંત્ર સામે સવાલ

ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં ગેરકાયદેસર ખનન કરતા ભૂ-માફિયાઓ બેફામ બન્યા હોવાની વિગતો સામે આવી છે. ખુદ માફિયાઓની સોશિયલ મીડિયા પોસ્ટ અને નિવેદનોથી ખનનના કાળા કારોબારની દાદાગીરી ઉજાગર થઈ છે, જેના કારણે સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે. કરોડોની કમાણી વચ્ચે સામાન્ય નાગરિકોની સુરક્ષા જોખમાઈ હોવાની ચર્ચા છે. બીજી તરફ ઠાસરાના રાણીયા ગામમાં ભાજપના સરપંચ અને જિલ્લા સદસ્ય આમને-સામને આવતા રાજકારણ ગરમાયું છે. ખુલ્લેઆમ ધમકીભરી પોસ્ટ છતાં જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનિજ વિભાગ કડક કાર્યવાહી કરશે કે કેમ તે અંગે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.
જાહેરાત














