Video: ઠાસરાના કાલસરમાં સરપંચ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ ફ્લોપ, 2/3 બહુમતીના અભાવે પ્રસ્તાવ નામંજૂર

ઠાસરા તાલુકાના કાલસર ગામમાં સરપંચ મલેક ઈમ્તિયાઝ બાનુ વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ બહુમતીના અભાવે નામંજૂર થયો છે. કુલ 8 સભ્યોમાંથી 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા, જ્યારે હાજર 6 સભ્યોમાંથી પ્રસ્તાવની તરફેણમાં 5 અને વિરુદ્ધમાં 1 મત પડ્યો હતો. ડેપ્યુટી સરપંચ સાબીરમીયા મલેકે ટીડીઓ મારફતે બેઠક બોલાવી હતી અને ગેરહાજર સભ્યોની રાહમાં સમય પણ લંબાવાયો હતો, છતાં સમીકરણો ન જળવાતા અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ ગયો હતો. અને બેઠક બાદ સરપંચનું પદ જળવાઈ રહ્યું છે.
જાહેરાત








