Video: કસ્ટોડિયલ મૃત્યુમાં મોતના 35 કલાકથી મૃતદેહ ન સ્વીકારાયો, ક્ષત્રિય સમાજની આંદોલનની ચીમકી

ભાવનગર જિલ્લા જેલમાં બંધ પથુભા મેરુભા ગોહિલનુ 25 નવેમ્બરેનું હાર્ટ-એટેકના કારણે મૃત્યુ થયું છે ત્યારે પરિવાર અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે ગોહિલવાડ રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનોએ કલેક્ટર, આઈજી અને એસપીને રજૂઆત કરી તપાસને ખોટી દિશામાં લઈ જવાનો આક્ષેપ કર્યો છે તેમજ નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ ઉઠાવી છે. માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી છેલ્લા 35 કલાકથી વધુ સમયથી મૃતદેહ ન સ્વીકારવાના નિર્ણય પર પરિવાર અને સમાજ અડગ છે. તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી અને તપાસની ખાતરી અપાઈ હોવા છતાં જો ઝડપી નિવેડો ન આવે તો ભાવનગરના દરેક તાલુકા, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને સમગ્ર ગુજરાતમાં આંદોલનના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જાહેરાત












