મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વધુ એક કસ્ટોડિયલ ડેથનો બનાવ, બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોક્સોના આરોપીની મોત

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં 376 અને પોક્સોના ગુના હેઠળ પકડ

તસવીર: gstv

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં 376 અને પોક્સોના ગુના હેઠળ પકડાયેલા આરોપી અહેમદ અન્સારીનું પોલીસ કસ્ટડીમાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. ગઈકાલે મધરાતે અચાનક તબિયત લથડતા અને ખેંચ આવ્યા બાદ તેને બેભાન અવસ્થામાં અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો