Video: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા જતાં AAP નેતા વિનુભાઈ રાઠવાની પોલીસે કરી અટકાયત

છોટાઉદેપુર જિલ્લાના મુલધર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતાની પોલીસે અટકાયત કરી છે. છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુભાઈ રાઠવા રજૂઆત કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને લેહવાંટ ફાટક ઉપર અટકાવી દીધા હતા. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે વિનુભાઈ રાઠવાને ડિટેઇન કરીને રંગપુર પોલીસ સ્ટેશને લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન આપ નેતાની અટકાયત થતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો
જાહેરાત














