Video: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, હાફેશ્વર મહાદેવનાં દર્શનથી દિવસની શરૂઆત

સોર્સ: gstv

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે સવારે હાફેશ્વર મહાદેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ હાફેશ્વર ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત લઈ જેટી પ્રોજેક્ટ અને પ્રવાસન સુવિધાઓનું નિરીક્ષણ કરશે તેમજ યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત કડીપાણી GMDC ખાતે વહીવટી સમીક્ષા બેઠક અને કવાંટમાં જન સુનાવણી યોજી સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળશે. વેપારી મંડળ સાથે બેઠક કર્યા બાદ આદિવાસી યુવાનો સાથે વોલીબોલ રમશે. દિવસના અંતે મોટાવાંટા ગામે ગ્રામજનો સાથે બેઠક અને ભજન કાર્યક્રમમાં સહભાગી થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત