Video: સુરેન્દ્રનગરમાં જીરાના વાવેતર પર સંકટ, ત્રણ વખત પિયત છતાં પાક નિષ્ફળ જવાની ભીતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણની અનિશ્ચિતતાને કારણે જીરાના વાવેતર પર સંકટ ઊભું થયું છે. વાતાવરણ ગરમ રહેતા જીરાના બિયારણનો ઉગાવો નબળો પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. ત્રણ વખત પિયત આપવા છતાં જીરાનું વાવેતર નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. જિલ્લામાં તાપમાન સરેરાશ 20 ડિગ્રીની આસપાસ રહે છે, જ્યારે ઝાકળવર્ષા પણ ન થતાં પાકના ઉગાવા પર અસર થઈ રહી છે. મોંઘા બિયારણ, મજૂરી અને દવાનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જવાના એંધાણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાતાવરણની સ્થિતિને કારણે જીરાનું ઉત્પાદન ઘટવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
જાહેરાત














