Video: સુરેન્દ્રનગરમાં સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા યોજાયા વિવિધ કાર્યક્રમો

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ જ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વર્ષ 2010ની ઐતિહાસિક સંવિધાન ગૌરવ યાત્રાને યાદ કરવામાં આવી હતી, જેમાં સંવિધાનને હાથીની અંબાડી પર બિરાજમાન કરવામાં આવ્યું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પગપાળા ચાલ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિમાં સુરેન્દ્રનગર શહેરમાં આવેલી બાબાસાહેબ આંબેડકરની તમામ પ્રતિમાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ બાબાસાહેબની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત