Video: અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવનું આયોજન, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને નવી તકો

સોર્સ: gstv

અમદાવાદમાં આગામી 9 ડિસેમ્બરના રોજ 'ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવ 2 હજાર 26 નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની થીમ ગુજરાત મીટ્સ ધ વર્લ્ડ રાખવામાં આવી છે. બ્રાન્ડ વિસ્ટા કન્સલ્ટિંગ અને ગ્રેટ પ્લેસીસ ટુ સ્ટડી ઇન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાનારા કોન્ક્લેવનો હેતુ ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ, ફાર્મા અને ગ્રીન એનર્જી ક્ષેત્રોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવાનો છે. કાર્યક્રમમાં વિવિધ દેશોના રાજદ્વારીઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લઈને આયાત-નિકાસ, ટેકનોલોજી ટ્રાન્સફર અને કૌશલ્ય વિકાસ અંગે ચર્ચા કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત