Video: શામળાજીમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, 7 ખેડૂતોને જેલમુક્ત કરવા અને વળતરની માંગ સાથે આવેદનપત્ર

સોર્સ: gstv

અરવલ્લીના શામળાજીમાં સરગવા ગામના ખેડૂતોના સમર્થનમાં અરવલ્લી આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને વિરોધ પ્રદર્શન યોજ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોની સંમતિ વગર પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન 7 ખેડૂતોને તાત્કાલિક જેલમુક્ત કરવા તેમજ નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે શામળાજી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પાર્ટીએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત