Video: યાત્રાધામ શામળાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો

સોર્સ: gstv

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ પવિત્ર દિવસે ભગવાન શામળિયાને મંગળા સ્નાન કરાવીને ભક્તિભાવપૂર્વક મંગળા આરતી કરવામાં આવી હતી. ભગવાનના દર્શન કરવા માટે અબાલ-વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચી રહ્યા છે. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ ધજા-પતાકા સાથે શામળિયાના દ્વારે પહોંચીને ધન્યતા અનુભવી રહ્યા છે. કાર્તિકી પૂર્ણિમાના ઉત્સવને લઈને સમગ્ર મંદિર પરિસર અને શિખરને રંગબેરંગી રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આધ્યાત્મિક માહોલ વચ્ચે સમગ્ર યાત્રાધામ ભક્તિમય બની ગયું છે અને ભક્તો દર્શન-પૂજન કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત