Video: 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલા બિહારના પદયાત્રી મોનુસિંહે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના લીધા આશીર્વાદ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 12 જ્યોતિર્લિંગની પવિત્ર યાત્રાએ નીકળેલા બિહારના યુવાન પદયાત્રી મોનુસિંહ પહોંચ્યા હતા. મોનુસિંહનું ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ મોનુસિંહની શ્રદ્ધા અને સંકલ્પને બિરદાવી યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડાકોર પહોંચ્યા બાદ મોનુસિંહે રાજા રણછોડરાયજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બિહારથી ગુજરાત સુધીની આ યાત્રા દેશનાં વિવિધ ધાર્મિક સ્થળોને જોડતી આસ્થા અને ભક્તિની અનોખી સફર બની રહી છે.
જાહેરાત















