Video: ધારાસભ્યને વોટ્સએપ કોલ આવ્યો પણ સર્તકતાથી ઠગાઈનો શિકાર બનતા બચી ગયા

સોર્સ: gstv

ધારાસભ્ય સંજય કોરડીયાના મોબાઈલ પર એક અજાણ્યા હિન્દીભાષી વ્યક્તિનો વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતે પરિવાર સાથે જૂનાગઢની ક્લિક હોટેલમાં રોકાયો હોવાનું જણાવી તાત્કાલિક 10 હજાર રૂપિયાની જરૂર હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત, તેણે UPI સ્કીમનો મેસેજ મોકલી નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જોકે, સંજય કોરડીયાએ સતર્કતા દાખવી ક્લિક હોટેલમાં તપાસ કરાવતા, ત્યાં આ નામનો કોઈ વ્યક્તિ રોકાયો ન હોવાનું સામે આવ્યું હતું. ઠગાઈનો પ્રયાસ હોવાનંા જણાતા ધારાસભ્યના સેક્રેટરી હર્ષ ગોટીએ જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત