Video: કોર્ટના આદેશ બાદ રાજકોટ RTOની જપ્તી માટે પહોંચ્યાં કોન્ટ્રાક્ટર

સોર્સ: gstv

રાજકોટમાં એક કોન્ટ્રાક્ટર કોર્ટના અધિકારીઓ સાથે RTO ઓફિસ જપ્તી માટે પહોંચતા લોકો અચરજમા મુકાઈ ગયા. વર્ષ 1982-83માં RTOએ કોન્ટ્રાક્ટ આધારે ઓટોમેટિક વે બ્રિજ ખરીદ્યા હતા. જોકે, સરકાર દ્વારા ચૂકવણી ન થતાં કોન્ટ્રાક્ટર વિજયભાઈ વડાલીયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજકોટ કોર્ટે જપ્તીનું વોરંટ કાઢ્યું હતું, જેમાં વ્યાજ સહિત 1.31 કરોડ રૂપિયા ચૂકવવાનો હુકમ કરાયો છે. આ મામલે કોન્ટ્રાક્ટર કોર્ટના અધિકારીઓ અને સ્ટાફ સાથે RTO ઓફિસ ખાતે જંગમ મિલકતની વસૂલાત માટે પહોંચ્યા હતા. સમગ્ર મામલે RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, કોન્ટ્રાક્ટર વે બ્રિજના નાણાંની ચૂકવણી મુદ્દે કોર્ટના આદેશ સાથે આવ્યા હતા અને હાલ 15 દિવસની મુદત લેવામાં આવી છે. 40 વર્ષ જૂના વિવાદમાં જપ્તીની કાર્યવાહીના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત