Video: અમદાવાદમાં જમીન NA કરવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ગુજરાત હાઈકોર્ટના હુકમ પર સ્ટે લગાવ્યો

સોર્સ: gstv

જમીન મહેસૂલ સંહિતાની કલમ-65 હેઠળ NA અરજી ફગાવવાના કલેક્ટરના નિર્ણય સામે કન્ટેમ્પ્ટ અરજી થઈ હતી, જેમાં અગાઉ કલેક્ટરે હાઈકોર્ટની બિનશરતી માફી પણ માંગી હતી. ત્યારબાદ હાઈકોર્ટે 15 દિવસમાં ફરી નિર્ણય લેવા કહેતા કલેક્ટરે પ્રીમિયમની રકમ ભરવા આદેશ આપ્યો હતો. જોકે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ અને કલેક્ટરના આદેશ પર રોક લગાવી છે. હવે તુષાર ઘેલાણી કેસમાં પ્રસ્થાપિત સિદ્ધાંતો અંગે સુપ્રીમ કોર્ટના આગામી માર્ગદર્શન પર સૌની નજર મંડાયેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત