Video: સંવિધાન દિવસના મહત્વની વાત સાથે ભાજપના કોંગ્રેસ પર બાબાસાહેબના સન્માન મુદ્દે આક્ષેપો

સોર્સ: gstv

ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું યોજી 26 નવેમ્બરે રાજ્યભરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી. પૂર્વ મંત્રી આઈકે જાડેજાએ જણાવ્યું કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતીય બંધારણનો સ્વીકાર કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરના વિચારો અને સામાજિક ન્યાયને યોગ્ય સન્માન ન આપ્યું હોવાનો પણ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત