Video: બિહારના બેતિયામાં હથિયારધારી લૂંટારુઓએ ધોળા દિવસે જ્વેલરી શોરૂમને બનાવ્યો નિશાન

સોર્સ: gstv

બિહારના બેતિયામાં ધોળા દિવસે કરોડો રૂપિયાની લૂંટની મોટી ઘટના સામે આવી છે. કાલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુપ્રિયા સિનેમા રોડ પર આવેલા સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમને 6થી 8 હથિયારધારી લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો. શોરૂમમાં ઘૂસેલા લૂંટારુઓએ કર્મચારીઓને હથિયારો બતાવી ધમકાવ્યા અને તમામને પોતાના કબજામાં લઈ લૂંટ ચલાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત કરોડોની મત્તા લઈને ફરાર થઈ ગયા છે. લૂંટ દરમિયાન વિરોધ કરનાર એક કર્મચારીને બંદૂકના બટથી માર મારવામાં આવતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત