Video: “ગાયના નામે મત માંગવા કરતા માલધારીઓની વ્યથા સાંભળો”- લખપતમાં પશુ સબસીડી સીધી ખાતામાં જમા કરવા માંગ સાથે માલધારીએએ વ્યક્ત કરી વ્યથા

સોર્સ: gstv

કચ્છના લખપત તાલુકાના માલધારીઓએ વિવિધ પડતર સમસ્યાઓને લઈને ભુજ ખાતે કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. માલધારીઓએ રજૂઆત કરી છે કે પશુ દીઠ મળતી સબસીડીની રકમ સીધી માલધારીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે. તેમના આક્ષેપ મુજબ અમુક લેભાગુ સંસ્થાઓ પૂરતો ઘાસચારો ન આપી પશુધનનું શોષણ કરી રહી છે, જે સીધી સબસીડી ચૂકવવાથી અટકી શકે છે. ઢોરવાડામાં ઠંડી અને તડકાના કારણે પશુઓમાં બીમારી વધવાની ભીતિ સેવાઈ રહી છે, તેમજ ઘણી જગ્યાએ પૂરતા પાણીની વ્યવસ્થા ન હોવાથી પશુઓને ભારે હાલાકી પડી રહી છે.KACCH

આ સમાચાર શેર કરો

જાહેરાત