Video: રાજકોટમાં વધુ એક ભાજપ કોર્પોરેટર આવાસ વિવાદમાં: વોર્ડ-૧૭ના કીર્તિબા રાણાએ ખોટું સોગંદનામું રજૂ કરી ત્રણ ક્વાર્ટર નામે કરવા પ્રયાસ કર્યાનો આક્ષેપ

સોર્સ: gstv

રાજકોટમાં વધુ એક ભાજપ મહિલા કોર્પોરેટર આવાસ યોજનાના ક્વાર્ટર મામલે વિવાદમાં આવ્યાં છે. વોર્ડ નંબર 17નાં કોર્પોરેટર અને સેનેટરી સમિતિના ચેરમેન કીર્તિબા રાણા સામે આવાસ યોજનાના ક્વાર્ટર પર કબજો કરવાનો આક્ષેપ થયો છે. કોઠારિયા રોડ પર આવેલી હુડકો આવાસ યોજનાના C-230 અને C-231 નંબરના બે ક્વાર્ટર તેમના કબજામાં હોવાનો દાવો કરાયો છે. કીર્તિબા રાણા પોતાના પતિના નામે ફાળવાયેલા C-229 નંબરના ક્વાર્ટરમાં રહેતાં હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં ત્રણ ક્વાર્ટર પોતાના નામે ચડાવવા તેમણે મહાનગરપાલિકામાં સોગંદનામું રજૂ કર્યું હોવાની વિગતો સામે આવી છે. સોગંદનામામાં પોતે કે પરિવારજનોની માલિકીની કોઈ મિલકત ન હોવાનું લખાયું હોવાને પગલે સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત