Video: રાજકોટમાં 19 લાખની આંગડિયા લૂંટના બે રીઢા આરોપીઓ આગ્રાથી ઝડપાયા

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં 19 લાખ રૂપિયાની આંગડિયા લૂંટ કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી હતી . ગત 30 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 19 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે તપાસ ચલાવી રહેલી પોલીસે યુપીના ગેંગસ્ટર આશમહંમદ કુરેશી અને વિજય સુરેશચંદ્રને આગ્રાથી ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ ખૂંખાર અને રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું , જેમની સામે અગાઉ 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીઓનો કબજો મેળવી લૂંટનો મુદ્દામાલ અને અન્ય ગુનાઓ અંગે વધુ પૂછપરછ હાથ ધરી હતી
જાહેરાત
















