Video: રાજકોટમાં નિર્માણાધીન જિલ્લા પંચાયત કચેરીમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન મળ્યા

રાજકોટની નિર્માણાધીન જિલ્લા પંચાયત કચેરીમાં દારૂની પાર્ટી યોજાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે સરપ્રાઈઝ મુલાકાત લેતાં કચેરીમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. સરકારી કચેરીના નિર્માણાધીન પરિસરમાં દારૂની ખાલી બોટલો અને ટીન મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. કચેરીમાં દારૂની પાર્ટી કોણે અને ક્યારે યોજી તે અંગે ચર્ચા તેજ બની છે.
જાહેરાત















