Video: SD Pay કૌભાંડ મુદ્દે કોંગ્રેસના સવાલો, 6.5 લાખ લોકોના 1200 કરોડ પરત ક્યારે મળશે?

અમદાવાદમાં એસડી પે ઓનલાઇન ફ્રોડ મામલે કોંગ્રેસે ગંભીર આક્ષેપો સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, એસડી પે એપના માધ્યમથી દેશવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના લોકોને સૌથી વધુ આર્થિક નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધવલ પટેલ, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના લોકો સામે છેતરપિંડીના આક્ષેપો થયા છે અને આશરે સાડા છ લાખ લોકો પાસેથી 1 હજાર 200 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો દાવો કરાયો છે. પીડિતોને પોતાની બચતના નાણાં પરત મેળવવા અંગે સ્પષ્ટ માહિતી ન મળતી હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસે આ કૌભાંડમાં 3 હજાર કરોડ રૂપિયા સુધીની રકમ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને આરબીઆઈ, કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.
જાહેરાત













