Video: ચીમનભાઈ પટેલ બ્રિજ પર હયાત પોલ છતાં નવા લાઈટ પોલથી વિવાદ, ટેક્સના પૈસાના વ્યયનો આક્ષેપ

સોર્સ: gstv

ચીમનભાઈ પટેલ બ્રિજ પર નાખેલા નવા લાઈટ પોલ વિવાદમાં આવ્યા છે. મનપા દ્વારા બ્રિજના રિપેરિંગની સાથે પેરેલલ બ્રિજ બનાવાઈ રહ્યો છે. આ વચ્ચે જૂના પોલ હોવા છતાં તેની બાજુમાં જ લાખોના ખર્ચે નવા પોલ કેમ નાખવામાં આવ્યા, તે મોટો સવાલ છેl... ના પાડ ની બાજુમાં નવા ફોન લગાવી રહ્યા છે..આ મામલે વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, લાઈટ વિભાગ ભ્રષ્ટ છે અને ટેન્ડરથી લઈ કામગીરીમાં પેરવી થઈ રહી છે. હયાત પોલ હોવા છતાં નવા નાખી પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય કરાઈ રહ્યો છે.બીજી તરફ, તંત્રનો દાવો છે કે જૂના પોલ અને લાઈનોને નુકસાન થવાથી બ્રિજ પર અંધારું રહે છે, જેથી નવા પોલ નાખવાની ફરજ પડી છે. જોકે, જૂના પોલ રિપેર કરવાને બદલે નવા નાખવાના નિર્ણય સામે સવાલો યથાવત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત