સંવિધાન ગૌરવ દિવસ પહેલાં ભાજપના કોંગ્રેસ પર પ્રહાર, બંધારણના ભંગના લગાવ્યા આક્ષેપ

સંવિધાન ગૌરવ દિવસ પહેલાં ભાજપના કોંગ્રેસ પર પ્રહાર, બંધારણના ભંગના લગાવ્યા આક્ષેપ
તસવીર: JATIN BAROT GSTV NEWS
આ સમાચાર સાંભળો

26 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પર બંધારણના અપમાન અને નિયમોના ભંગના આક્ષેપો કર્યા હતા.

ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, નહેરુથી રાહુલ ગાંધી સુધીના કોંગ્રેસના શાસનકાળમાં 100થી વધુ વખત બંધારણમાં સુધારા કરવામાં આવ્યા અને 90થી વધુ વખત કલમ 356નો ઉપયોગ કરી ચૂંટાયેલી સરકારો પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદી સરકારમાં OBC અનામત, EWS અને GST સહિતના સુધારા જનહિતમાં કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

જાહેરાત

26 નવેમ્બરે અમદાવાદ ટાઉનહોલ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત 'સંવિધાન એ અમારું ગૌરવ' નામે સોશિયલ મીડિયા અભિયાન પણ ચલાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત