શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની તારીખ જાહેર; ૧૯૭૧ના યુદ્ધની વર્ષગાંઠે પરત ફરશે

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત ફરવાના છે. તેઓ ૧૬ ડિસેમ્બરે પરત ફરવાનું આયોજન કરી રહ્યા છે. શેખ હસીના બે વર્ષથી વધુ સમયથી ભારતમાં રહી રહ્યા છે. તેમના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે.
હસીના ૧૬ ડિસેમ્બરે ભારતથી બાંગ્લાદેશ પરત ફરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૧૬ ડિસેમ્બર એ જ તારીખ છે જ્યારે ૧૯૭૧ના યુદ્ધ બાદ બાંગ્લાદેશે પાકિસ્તાનથી સ્વતંત્રતા મેળવી હતી. તેમણે 'બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ' દ્વારા પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને બાંગ્લાદેશ સરકારને તે અંગે જાણ કરવામાં આવી છે.
શેખ હસીનાની યોજના શું છે?
એજન્સી સાથે વાત કરતા પ્રવક્તા સૈયદ મોઝમ્મિલ અલીએ જણાવ્યું હતું કે, "૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ શેખ હસીના બાંગ્લાદેશથી ભારત આવ્યા ત્યારથી, તેઓ સરકારને દિલ્હીથી ઢાકા પરત ફરવા માટે હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરવા વિનંતી કરી રહ્યા છે." તેમણે વધુમાં કહ્યું, "બંધારણનું ઉલ્લંઘન થાય તે રીતે તેમને દેશની બહાર મોકલ્યા બાદ, હવે સરકારની ફરજ છે કે તેઓ ૧૬ ડિસેમ્બર — 'વિજય દિવસ' — ના રોજ તેમના બાંગ્લાદેશ પરત ફરવાનો માર્ગ મોકળો કરે."










