Video: શેખ હસીનાના ગૃહનગર ગોપાલગંજમાં હિંસા બાદ ડ્રોન અને બોડી કેમેરા સાથે BGB તૈનાત

સોર્સ: gstv

બાંગ્લાદેશના ગોપાલગંજ જિલ્લામાં તાજેતરમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને તોડફોડની ઘટનાઓ બાદ પ્રશાસને મોટું પગલું ભર્યું છે. શેખ હસીનાના ગૃહનગર ગણાતા ગોપાલગંજના સંવેદનશીલ વિસ્તારોમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની 10 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે જવાનોને બોડી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જ્યારે આકાશમાંથી ડ્રોન ટેકનોલોજી દ્વારા લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે બખ્તરબંધ વાહનો એટલે કે APC પણ તૈનાત કરાયા છે. સમગ્ર વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ અને અર્ધલશ્કરી દળોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત