Video: રાજધાની દિલ્હીમાં પ્રદૂષણથી સ્થિતિ અત્યંત ગંભીર

સોર્સ: gstv

દિવાળી પૂર્ણ થયા બાદ પણ રાજધાની દિલ્હી અને NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બનેલી છે...જ્યાં સવારની શરૂઆત ઝેરી અને દૂષિત હવા સાથે થઈ છે. CPCBના તાજેતરના આંકડા મુજબ રાજધાની અને આસપાસના શહેરોમાં પ્રદૂષણથી કોઈ રાહત મળી નથી. નોઈડાના સેક્ટર-૬૨માં સવારે ૭ વાગ્યે સૌથી વધુ ૪૪૨ AQI નોંધાયો છે.. જે તમામ મોનિટરિંગ સ્ટેશનોમાં સર્વોચ્ચ છે, જ્યારે ગ્રેટર નોઈડા અને આસપાસના અન્ય વિસ્તારોમાં પણ AQI ૩૦૦થી ઉપર રહ્યો છે. દિલ્હીના આઈઆઈટી વિસ્તારમાં AQI ૪૧૯ સુધી પહોંચીને ગંભીર શ્રેણીમાં નોંધાયો છે. આ ઉપરાંત ચાંદની ચોક, જેએનયુ, આનંદ વિહાર અને આઈજીઆઈ એરપોર્ટ પર પણ આ જ સ્થિતિ છે. આંકડાઓ દર્શાવે છે કે દિલ્હી અત્યારે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ચૂક્યુ છે. પ્રદૂષણનું આ સ્તર લોકોને અને ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓ માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત